Ahmedabad: શહેરમાં 10 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા, 36 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન દૂર કરાયા

|

Jan 29, 2022 | 8:51 AM

અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે.

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)ના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઈ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં નવા 10 વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે બીજી તરફ 36 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરતા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. ત્યારે 36 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. જેને કારણે અમદાવાદમાં પણ કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી અમદાવાદમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પણ ઘટી રહ્યા છે.

મહત્વનું છે કે ગુજરાતમાં 29 જાન્યુઆરીએ કોરોનાના 12131 નવા કેસ સામે આવ્યા છે. તો ત્રીજી લહેરમાં કોરોનાથી સૌથી વધુ 30 દર્દીના નિધન થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 4046 કોરોના કેસ સામે આવ્યા તો 7 દર્દીઓના નિધન થયા. વડોદરા શહેરમાં કોરોનાના 1999 કેસ નોંધાયા અને 3 દર્દીનાં મૃત્યુ થયા. જ્યારે રાજકોટ શહેરમાં 958 નવા કેસ સાથે 4 દર્દીના નિધન થયા છે. સુરત શહેરમાં સંક્રમણમાં મોટો ઘટાડો નોંધાયો છે. સુરત શહેરમાં કોરોનાના નવા 628 કેસ સામે આવ્યા, તો 1 દર્દીનું નિધન થયું છે.

આ પણ વાંચો- Ahmedabad: ધંધુકામાં યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ, રવિવારે ધંધુકા બંધની જાહેરાત

આ પણ વાંચો- નવસારી જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ

Next Video