Morbi: મચ્છુ-3 ડેમમાં પાણીની પુષ્કળ આવક, મોરબી અને માળિયા તાલુકાના 20 ગામોને કરાયા એલર્ટ

|

Jul 13, 2022 | 8:59 AM

મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળાશયો છલકાયા છે. મચ્છુ-3 ડેમમાં પાણીની પુષ્કળ આવતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.

Morbi: મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળાશયો છલકાયા છે. મચ્છુ-3 ડેમમાં પાણીની પુષ્કળ આવતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેના પગલે મોરબી અને માળિયાના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુલકા. જ્યારે માળીયાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટ પર અવરજવર માટે તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં મેઘો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મેઘ તાંડવ યથાવત રહેશે. રાજ્યમાં આગામી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજયમાં NDRF અને SDRFની 18-18 ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં કુલ 18 જળાશય હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર છે.

Next Video