Gujarati VIDEO : મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે છે મુશ્કેલી, પોલીસે પુરવણી ચાર્જશીટ રજૂ કરી

|

Mar 11, 2023 | 10:02 AM

પોલીસે એક હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. જેમાં પુલના સમારકામમાં ઓેરેવા ગ્રૃપની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલ સામે પુરવણી ચાર્જશીટ રજૂ કરાઈ છે ,પોલીસે એક હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. જેમાં પુલના સમારકામમાં ઓેરેવા ગ્રૃપની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાથે જ પુલ ખુલ્લો મુકવાની શરતોનો પણ ઓેરેવાએ ભંગ કર્યો હોવાની વિગતો સામેલ છે. મહત્વનું છે કે આ દૂર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. જયસુખ પટેલના વકીલ હરેશ મહેતાએ જણાવ્યું હતુ કે પોલીસે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જે. ખાનની કોર્ટમાં આ પૂરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે,જયસુખ પટેલનો કેસ ગયા શુક્રવારે સેશન્સ કોર્ટમાં તેમની અને અન્ય નવ આરોપીઓ સામે ટ્રાયલ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હરેશ મહેતાએ જણાવ્યું હતું કે હવે આ મામલે મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ પીસી જોશીની કોર્ટમાં 17 માર્ચથી સુનાવણી થશે.

જયસુખ પટેલ સામે આ કલમો હેઠળ કેસ દાખલ

જયસુખ પટેલ અને અન્યો પર ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 304, 308 , 336 (માનવ જીવનને જોખમમાં મૂકે તેવું કૃત્ય), 337 અને 338 હેઠળની કલમ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તાજેતરમાં જયસુખ પટેલની વચગાળાની જામીનની અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 30 ઓક્ટોબરે ગુજરાતના મોરબી શહેરમાં પુલ ધરાશાયી થતાં 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા.

Published On - 9:58 am, Sat, 11 March 23

Next Video