ધોધમાર માટે રહેજો તૈયાર, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ વીડિયો

|

Jul 01, 2024 | 11:42 PM

હાલમાં ચોમાસાની શરૂઆત થયા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી જિલ્લા તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ વરસાદને લઈ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત વિધિવત રીતે થઈ ગઈ છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી. મહત્વનું છે કે નવસારી શહેર અને જિલ્લામાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં આગામી ત્રણ તારીખ સુધી વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે સોમવારે દિવસ દરમિયાન વરસાદના કારણે વરસાદી પાણી ભરાવાના બનાવો બન્યા હતા. ચાર ફૂલ પોલીસ ચોકી પ્રજાપતિ આશ્રમ શહીદ ચોક શાકભાજી માર્કેટ સુશ્રુષા હોસ્પિટલ અને એરુ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

નદીઓના કાંઠા વિસ્તારમાં અધિકારીઓને એલર્ટ કરાયા

ત્રણ તારીખ સુધી રેડ અને ઓરેન્જ લોટને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. પૂર્ણા, અંબિકા કાવેરી અને ખરેરા નદીઓના કાંઠા વિસ્તારમાં અધિકારીઓને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જિલ્લાનું તંત્ર ઉપરવાસમાં એટલે કે સુરત તાપી અને ડાંગ જિલ્લાના વરસાદ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

વરસાદને કારણે દક્ષિણ ગુજરામાં ગંભીર સ્થિતિ, જુઓ વીડિયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક મેઘરાજા મૂશળધાર વરસશે. તેવી હવામાન વિભાગની આગાહી છે. વરસાદી સીઝનમાં પ્રથમ વખત એક સાથે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે અને બીજા 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે સૌથી પ્રચંડ રીતે વરસાદ ગુજરાતમાં વરસી શકે છે અને ગુજરાતમાં ઉભી થઇ શકે છે પૂરની પરિસ્થિતિ.

(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)

Published On - 11:37 pm, Mon, 1 July 24

Next Video