જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ, ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો થયો, જુઓ-Video

|

Jul 01, 2024 | 1:13 PM

ચોમાસાની શરુઆતની સાથે જ ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જૂનાગઢના માણાવદરમાં તો મેઘરાજા આક્રમક વેગે વરસી રહ્યા છે ત્યારે અહીં પાણીની ભારે આવક થતા જૂનાગઢમા માણાવદરમો દામોદર કુંડ છલકાયો છે

જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવ્યું છે. માણાવદરમાં હાલ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે, માણાવદરના મોટાભાગના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા છે. ચોમાસાની શરુઆતની સાથે મેઘરાજાની આક્રમક બેંટિગથી જૂનાગઢનું માણાવદર જળમગ્ન બન્યું છે. ત્યારે પાણીના વધારે આવક થતા દામોદર કુંડ છલકાયો આ સાથે નરસિંહ મહેતા તળાવમાં પણ પાણી ભરાયા છે.

જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાએ રૌદ્ર રૂ

ચોમાસાની શરુઆતની સાથે જ ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જૂનાગઢના માણાવદરમાં તો મેઘરાજા આક્રમક વેગે વરસી રહ્યા છે ત્યારે અહીં પાણીની ભારે આવક થતા જૂનાગઢમા માણાવદરમો દામોદર કુંડ છલકાયો છે. માણાવદરના જંગલોમાં પણ પાણી ભરાયા છે આ સાથે ઝરણા પણ ખળખળ વહેતા થયા છે.

દામોદર કુંડ છલકાયો

માણાવદરમાં હાલ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રસ્તાઓ પર પ્રચંડ વેગે પાણી વહેતા થયા છે.  જૂનાગઢમાં મેઘો મહેરબાન થતા આ દરમિયાન રમણીય દ્રશ્યો સર્જાયા છે. કુંડ છલકાઈ રહ્યા છે ઝરણા વહેતા થયા છે આ સાથે નરસિંહ મહેતા તળાવ પણ ભરાઈ ગયુ છે. ત્યારે આ જળની આવક વધી જતા દામોદર કુંડ છલકાઈ ગયો છે.

 

Next Video