Jamnagar : જામનગરના આમરા નજીક આવેલા 6 ગામને જોડતો માર્ગ ઠેર-ઠેર તૂટી ગયો છે. રોડ પર વરસાદી પાણી અને પારાવાર કીચડનું સામ્રાજ્ય જામે છે. આમરા પાસે પુલ બનતો હોવાથી ડાયવર્ઝન અપાતા સ્થિતિ અત્યંત વિકટ બને છે. વરસાદી પાણી ઢીંચણ સુધીના ભરાતા રીક્ષા કે બાઈકને લઈ જવામાં મુશ્કેલી થાય છે.
આ પણ વાંચો : Jamnagar: જામનગરને ટીબી મુક્ત કરવા યોજાયો વર્કશોપ, TBના કેસમાં 40%નો નોંધાયો ઘટાડો
જો પાણી વધુ ભરાયા હોય અને કોઈ બીમાર થાય તો એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. રોજ અવર-જવર કરતા લોકો કે શાળાએ જતા બાળકોને તકલીફ પડે છે. આ રોડની તકલીફ મુદ્દે 6 ગામના લોકોએ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ સ્થાનિકોની સમસ્યા ઉકેલવામાં અધિકારીઓને જાણે રસ જ ન હોય તેવુ લાગી રહ્યુ છે.
Published On - 9:01 am, Fri, 28 July 23