પોરબંદરના માધવપુર મધુવંતી નદીમાં પૂર આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મધુવંતી નદીમાં પૂર આવવાને લઈ વિસ્તારમાં રસ્તાઓ અને ખેતોરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. માધવપુર અને ઘેડ વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. ઘેડ ઉપરાંત મોટા ઝાંપા અને ઋષિતડ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. વિસ્તારમાં અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.
માધવપુર વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પોરબંદર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ છે. વાવણીના સમયે વરસાદ વરસવાને લઈ ખેડૂતો ખુશહાલ છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે.
Published On - 7:59 pm, Sun, 2 July 23