એક તરફ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ સુરતમાં વરસાદ ખેંચાતા માંગરોળના ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ ન આવતા સોયાબીનના પાકમાં જીવાત પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો. ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી.
પરંતુ હાલ વરસાદનો એક છાંટો પણ ન થતા તૈયાર ઉભા પાકમાં જીવાતો પડી છે. જેના કારણે પાક નષ્ટ થવાના આરે છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માગ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad: AMCની ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે પશુપાલકોનો વિરોધ, જુઓ Video
માંગરોળ તાલુકામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર ઘરનું ગુજરાન ચાલતું હોય છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને અને સોનાના દાગીના ગીરવે મુકી વાવેતર કર્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં આવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. હવે વરસાદ કયારે આવશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો