Gujarat Weather Forecast : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Aug 04, 2023 | 7:15 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના, જુઓ Video

છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી વરસાદની નહિવત અસર પણ જોવા મળી શકે છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે પવન અને વરસાદને કારણે 5 દિવસ ફિશરમેન દરિયો ન ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે.

 રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી, આણંદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બનાસકાંઠા, ભરુચ, ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, નર્મદા,નવસારી સહિતના અનેક વિસ્તારોમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ કચ્છમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, છોટાઉદેપુર, સુરેન્દ્રનગરમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો