Gujarat Weather Forecast : આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

|

Jul 31, 2023 | 7:28 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મધ્ય અને દક્ષિણ ગુજરાતના દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મધ્ય અને દક્ષિણ ગુજરાતના દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આ જિલ્લાઓમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે પવનના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન 

હવામાન વિભાગ અનુસાર આજે સોમવારે અમદાવાદ, ભરુચ, બોટાદ,છોટાઉદેપુર, મહીસાગર,પંચમહાલ, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, નર્મદા, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:27 am, Mon, 31 July 23

Next Video