Gujarat Weather Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં અપાયુ ઓરેન્જ એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 19, 2023 | 7:35 AM

રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા  ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : રાજ્યમાં આજે વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયા ન ખેડવા સૂચના, જુઓ Video

હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, અમરેલી,ભાવનગર, બોટાદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પંચમહાલ ,સુરેન્દ્રનગર,તાપી સહિતના જિલ્લાઓમાં આજે 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી અને મોરબીમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો આ તરફ છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આજે રાજ્ય ભરમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો