Monsoon 2023 : બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી ડીસાના ભાચરવા ગામની વધી મુશ્કેલી, જુઓ Video

|

Jul 10, 2023 | 8:40 AM

બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી ડીસાના ભાચરવા ગામની મુશ્કેલી વધી છે. ડીસાના ભાચરવા નજીક પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો છે.કોચાસણા અને ઝેરડા ગામના ખેતરમાંથી પાણીનો પ્રવાહ પસાર થશે તેવી સંભાવના છે.

Banaskantha Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી ડીસાના ભાચરવા ગામની મુશ્કેલી વધી છે. ડીસાના ભાચરવા નજીક પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો છે.

આ પણ વાંચો : Monsoon 2023: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો, 5 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો-Video

કોચાસણા અને ઝેરડા ગામના ખેતરમાંથી પાણીનો પ્રવાહ પસાર થશે તેવી સંભાવના છે. ડીસા અને લાખણી તાલુકાના અનેક ખેતરોનું વરસાદી પાણી ધોવાણ કરે તેવી સંભાવના છે. વરસાદી પાણીમાં પાક તણાઈ જવાથી ખેડૂતોને નુક્સાન વેઠવાનો વારો આવે તેવી સંભાવના છે. તેમજ ખેડૂતોનો ઊભો પાક પાણીના વહેણમાં નષ્ટ થતા ખેડૂતોને નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.

દાંતીવાડા-ચંડીસર રોડ પર ભરાયા પાણી

તો આ તરફ બનાસકાંઠાના રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા જીપ ખાડામાં ખાબકી હોવાનું સામે આવી રહ્યુ છે. દાંતીવાડા-ચંડીસર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video