સાળંગપુર વિવાદઃ મોગલ ધામના મહંત મણીધર બાપુએ બંને સમાજના યુવાનોને શાંતિ જાળવવા માટે કરી અપીલ, જુઓ Video

|

Sep 03, 2023 | 6:02 PM

સાળંગપુર મંદિરે હનુમાનજીની પ્રતિમા નિચેના ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયેલો છે. આ દરમિયાન હનુમાનજીને વંદન કરતા દર્શાવતા ભીંત ચિંત્રોનો વિરોધ થયો છે. આ દરમિયાન સેથળી ગામના ભૂપત ખાચરે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ હવે મણીધર બાપુએ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપિલ કરી છે.

મોગલ ધામના મહંત મણીધર બાપુએ કાઠી અને ગઢવી સહિતના સમાજના યુવાનોને શાંતિ જાળવવા માટે અપિલ કરી છે. સાળંગપુર મંદિરે હનુમાનજીની પ્રતિમા નિચેના ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયેલો છે. આ દરમિયાન હનુમાનજીને વંદન કરતા દર્શાવતા ભીંત ચિંત્રોનો વિરોધ થયો છે. આ દરમિયાન સેથળી ગામના ભૂપત ખાચરે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ હવે મણીધર બાપુએ બંને સમાજને શાંતિ જાળવવા માટે અપિલ કરી છે.

બાપુએ કહ્યુ હતુ કે, ચારણ ગઢવી અને કાઠી એ મામા-ભાણેજ થાય આમ બંને સમાજના યુવાનોએ શાંતિ જાળવજો. તેઓએ કહ્યુ હતુ કે, આ તો ફરિયાદ કરી છે, બાકી એ આમ કરે નહીં. જેથી આ મામલે શાંતિ જાળવવા માટે કહ્યુ હતુ. સેથળી ગામના ભૂપત ખાચરે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હર્ષદ ગઢવી, જેસિંગ અને બળદેવ ભરવાડના નામ સામેલ છે.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:00 pm, Sun, 3 September 23

Next Video