અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતા મોડાસાના તબીબ પુત્રનું કુલ્લૂમાં નદીમાં ડૂબી જતા મોત, જુઓ

અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતા મોડાસાના તબીબ પુત્રનું કુલ્લૂમાં નદીમાં ડૂબી જતા મોત, જુઓ

| Updated on: May 29, 2024 | 3:51 PM

મોડાસાના તબીબનો પુત્ર હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલા મણીકર્ણ ઘાટી નજીક પાર્વતી નદીમાં મોડાસાનો યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતો સોહમ હિરેનભાઈ શાહ મિત્રો સાથે ફરવા માટે ઉત્તર ભારત ગયો હતો.

અરવલ્લી જિલ્લાના મોડાસાના તબીબનો પુત્ર હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલા મણીકર્ણ ઘાટી નજીક પાર્વતી નદીમાં મોડાસાનો યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતો સોહમ હિરેનભાઈ શાહ મિત્રો સાથે ફરવા માટે ઉત્તર ભારત ગયો હતો. જ્યાં શિમલા અને કુલ્લૂ મનાલીમાં ફરવા જવા દરમિયાન યુવાને નદીમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે.

મોડાસાના ડોક્ટર હિરેન શાહ અને તેમનો પરિવાર પુત્રના મોતના સમાચાર જાણતા જ હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. કુલ્લૂ જિલ્લા પોલીસ વડા કાર્તિકેયને ઘટના અંગેની તપાસની જાણકારી પરિવારજનોને આપી હતી. જાણકારી મુજબ યુવક સોહમ શાહ પાર્વતી નદીના પાણીમાં ડૂબી જતા તેના બચાવ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેને બહાર નિકાળીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

આ પણ વાંચો:  ગુજરાતની આ ચીજો અને ઉત્પાદનો છે વિશેષ, જેને મળ્યા GI ટેગ, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 29, 2024 12:43 PM