ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ? જુઓ Video

મોબાઇલ ફોન હવે માત્ર સુવિધા નહીં, પણ ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય માટે જોખમ બની રહ્યો છે. ઘણાં લોકો માટે તેનો ઉપયોગ આદત નહીં, પરંતુ લત બની ગયું છે.

ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ? જુઓ Video
Digital Wellbeing
| Updated on: Jan 30, 2026 | 7:50 PM

આજના સમયમાં મોબાઇલ ફોન માત્ર સુવિધા રહ્યો નથી, પરંતુ ઘણી વાર મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. ઘણા લોકો માટે મોબાઇલનો ઉપયોગ હવે આદત નહીં પરંતુ લત બની ગયો છે. સતત સ્ક્રીન પર ફેરવાતી આંગળીઓ સાથે માણસનું મન પણ ધીમે ધીમે તેના કાબૂમાં આવી રહ્યું છે. તાજેતરના એક અભ્યાસ મુજબ, લગભગ 73 ટકા લોકો આજકાલ ડિજિટલ દુનિયાના ગુલામ બની ગયા છે. સરેરાશ એક વ્યક્તિ રોજના લગભગ 7 કલાક મોબાઇલ સ્ક્રીન સામે વિતાવે છે. આ વધતું સ્ક્રીન ટાઈમ હવે માનસિક થાક અને અંદરખાને ઉભા થતા ડિપ્રેશનનું કારણ બની રહ્યું છે, જેને ઘણીવાર લોકો સમજ્યા વગર સહન કરતા રહે છે.

આજના સમયમાં મોબાઇલ ફોન જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. શરૂઆતમાં જે વસ્તુ સહુલિયત માટે હતી, તે હવે ધીમે ધીમે માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતી દેખાઈ રહી છે. તાજેતરના એક સંશોધન મુજબ, લગભગ 73 ટકા લોકો મોબાઇલ પર એટલા નિર્ભર થઈ ગયા છે કે તેઓ તેની વિના પોતાને અધૂરા અનુભવે છે. મોબાઇલનો અતિશય ઉપયોગ લોકોને અજાણતાં જ એકાંત, તણાવ અને અંદરખાને વધતા ડિપ્રેશન તરફ દોરી રહ્યો છે, જે ખરેખર ચિંતા જનક બાબત છે.

એક મેડિકલ કોલેજના મનોરોગ વિભાગ દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ, 500 લોકો પર કરાયેલ સંશોધનમાં 73 ટકા લોકોમાં ‘ડિજિટલ ડિપેન્ડન્સી’ જોવા મળી. મોટાભાગના લોકો દિવસના 7 કલાક મોબાઇલ સ્ક્રીન સામે વિતાવે છે. અભ્યાસમાં ખુલ્યું છે કે 80 ટકા લોકોમાં હળવું પરંતુ સતત ડિપ્રેશન જોવા મળ્યું. મોબાઇલ વગર ગભરાટ, ઊંઘ ન આવવી, તણાવ અને વારંવાર ફોન ચેક કરવાની ટેવ આ બધું ‘નોમોફોબિયા’ના લક્ષણ છે.

નિષ્ણાતોના મતે, 10થી 14 વર્ષની વયના બાળકોમાં મગજનો વિકાસ સ્ક્રીનના અતિશય ઉપયોગથી પ્રભાવિત થઈ રહ્યો છે. આત્મવિશ્વાસ ઘટે છે અને વાસ્તવિક જીવનથી તેઓ દૂર થઈ રહ્યા છે. સતત સ્ક્રીન લાઇટ મગજને આરામ આપતી નથી. પરિણામે ચીડિયાપણું, થાક, ડિપ્રેશન સાથે ગરદન અને કરોડરજ્જુની સમસ્યાઓ પણ વધી રહી છે. મોબાઇલની લત સામાન્ય ડિપ્રેશન કરતાં વધુ ઘાતક છે.. બહાર આવવા માટે મજબૂત ઇચ્છાશક્તિ જરૂરી

નિષ્ણાતો કહે છે મોબાઈલની લતમાંથી આવવું હવે થોડું અઘરુ થઈ ગયું છે. છતાં પણ કેટલાક નક્કર પગલા લેવા જોઈએ જેમ કે, ઘરમાં ફોન પાર્કિંગ ઝોન બનાવો, નોટિફિકેશન બંધ કરો, રાત્રે મોબાઇલ પલંગથી દૂર રાખો,દિવસમાં ચોક્કસ સમય મોબાઇલથી દૂર રહો.મોબાઇલ જરૂરી છે, પણ વ્યસન નહીં !

જો આજે નિયંત્રણ નહીં રાખીએ તો આ ડિજિટલ લત આવતીકાલે માનસિક સંકટ બની જશે. સમય છે. સ્ક્રીન-ટાઈમ ઘટાડવાનો અને જીવન વધારવાનો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો