સિંહોના અપમૃત્યુ અંગે ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને લખ્યો પત્ર, વનવિભાગના અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો કર્યો આક્ષેપ

સિંહોના અપમૃત્યુ કેસમાં ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખી સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ધારાસભ્યે જણાવ્યુ છે કે જો અગાઉ જ વનવિભાગના અધિકારીઓએ સમય રહેતા તપાસ કરી હોત તો અનેક સિંહબાળને બચાવી શકાયા હોત.

| Edited By: | Updated on: Aug 01, 2025 | 3:50 PM

 

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખીને જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા બે મહિનામાં “પાલીતાણા શેત્રુંજી ડીવીજન” અને “ધારી ગીર પૂર્વ ડીવીજન”માં સિંહોના મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે જો વન વિભાગના અધિકારીઓએ સમયસર સિંહબાળની તપાસ કરી હોત તો ઘણા મૃત્યુ અટકાવી શકાયા હોત. વાયરસના કારણે મૃત્યુ થયા હોવા છતાં અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ હીરા સોલંકીએ કર્યો છે. હીરા સોલંકીએ સિંહના મૃત્યુ પાછળ અધિકારીઓની ભૂલ, અણઆવડત અને નિષ્કાળજીને જવાબદાર ગણાવી છે.

હિરા સોલંકીએ જણાવ્યુ કે અગાઉ ભૂતકાળમાં પણ ધારીમાં આ પ્રકારે વાયરસ આવવાના કારણે સિંહોના મોત થયા હતા. તેમા ગંભીરતા બતાવી સમગ્ર તંત્ર કામે લગાવાયુ હતુ. હાલ તેમણે વનમંત્રીને પત્ર લખીને સિંહોના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી હોવાનું જણાવ્યુ હતુ.વાયરસગ્રસ્ત સિંહોને આઈસોલેટ કરી રસીકરણ કરવાની કામગીરી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યુ છે.

પહલગામ એટેક બાદ પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવાયા બાદ પણ ભારત ક્રિકેટ મેચ રમવાનું બંધ નહીં કરે, શું છે તેની પાછળની અસલી હકીકત?- વાંચો