બાયડ MLA ધવલસિંહ ઝાલાને જાહેરમાં સીઆર પાટીલે કહ્યુ-ગુંદર લગાવી દો, આમ તેમ જતા નહીં, જુઓ Video
કોંગ્રેસમાંથી ભાજપમાં અને બાદમાં અપક્ષ ચૂંટણી લડીને ભાજપ સામે જ જીતનારા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પાટીલે સલાહ આપી હતી. અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, ધવલસિંહ હવે ગુંદર લગાવી દો અને આમ તેમ જતા નહીં. અરવલ્લી જિલ્લાના 300 થી વધારે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં પાટીલના હાથે ખેસ પહેરીને જોડાયા હતા.
અરવલ્લી જિલ્લામાં મંગળવારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ તાલુકા કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં 300 થી વધારે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં પાટીલના હાથે ખેસ પહેરીને જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસમાંથી ભાજપમાં અને બાદમાં અપક્ષ ચૂંટણી લડીને ભાજપ સામે જ જીતનારા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પાટીલે સલાહ આપી હતી. અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, ધવલસિંહ હવે ગુંદર લગાવી દો અને આમ તેમ જતા નહીં.
પાટીલે કહ્યુ હતુ કે, ધવલસિંહ અરવલ્લી જિલ્લા અને બાયડના કાર્યકરો તમારાથી નારાજ છે. પહેલા કોંગ્રેસ, પછી ભાજપ અને પછી અપક્ષ હવે પાછુ.. આમ કહેતા જ હાજર લોકોને પણ હસવુ છુટી ગયુ હતુ. પાટીલે કહ્યુ કે, કાર્યકરો નારાજ છે અને તેમની માફી માગી લેવાની પણ સલાહ આપી હતી.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર નજીક દીપડો પાંજરે પૂરાયો, છેલ્લા કેટલાક દીવસથી લોકોમાં ફેલાયેલા ભયમાં રાહત!
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 29, 2023 04:37 PM
Latest Videos