એક તરફ બાયડ શહેરમાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે. જેને લઈ અકસ્માતો અહીં વારંવાર સર્જાય છે અને દિવાળી જેવા તહેવારોમાંતો ટ્રાફિકની સમસ્યા પારાવાર સર્જાય છે. આવી સ્થિતિ વચ્ચે હવે તહેવારોમાં નાના મોટા વેપારીઓ નાના વેપારીઓને આગળ ધરીને મોટા મંડપ બાંધી દેતા હોય છે. જેને લઈ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હોય છે. દિવાળી સમયે જાહેરનામાના ભંગને લઈ સ્થાનિક મહિલા મામલતદાર સહિતની ટીમ કાર્યવાહી પર બજારમાં પહોંચી હતી. ત્યારે જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા.
આવી જ સ્થિતિને અટકાવવા માટે સ્થાનિક મામલતદાર ખુદ પોલીસની ટીમને લઈને બજારમાં પહોંચ્યા હતા. જ્યાં દબાણ કરવા રુપ બાંધેલ મંડપ અને વધારે બહાર નિકળીને વેપાર કરવા લાગેલ હોય એમને પણ તંત્ર અટકાવતુ હતુ. તો જાહેરનામા ભંગની કાર્યવાહીને લઈ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી. આ દરમિયાન સ્થાનિક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહોંચી આવ્યા હતા અને તેઓએ મામલતદારને અટકાવ્યા હતા. મામલતદારને કામગીરીથી અટકાવતા મામલો ગરમ બન્યો હતો.
Published On - 8:36 pm, Fri, 10 November 23