નર્મદા: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન જિલ્લા કોર્ટે ફગાવ્યા, જુઓ વીડિયો

નર્મદા: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન જિલ્લા કોર્ટે ફગાવ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 05, 2023 | 4:13 PM

નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીને માર મારવાનો આરોપ છે. ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ ભૂગર્ભમાં છે. અગાઉ ચૈતર વસાવાની પત્નીની અરજી પણ હાઈકોર્ટે ફગાવી હતી. વેકેશન દરમિયાન તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.

નર્મદાના ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન ફગાવાયા છે. નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીને માર મારવાનો આરોપ છે. ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ ભૂગર્ભમાં છે.

આ પણ વાંચો નર્મદા : ભાજપની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી, ધારાસભ્ય દર્શના દેશમુખે મંચ પરથી ઉભરો ઠાલવ્યો

ચૈતર વસાવા પર વનકર્મીને માર મારવાની ફરિયાદના કેસમાં અગાઉ ચૈતર વસાવાની પત્નીની અરજી પણ હાઈકોર્ટે ફગાવી હતી. વેકેશન દરમિયાન તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. તો હાઈકોર્ટે તત્કાલ સુનાવણીની માંગણી ફગાવી હતી. ચૈતર વસાવાની પત્નીએ બનાવ સમયે હાજર ન હોવાની રજૂઆત કરી હતી. આ અંગે વેકેશન બાદ નિયમિત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 21, 2023 08:00 PM