રાજકોટ વીડિયો : વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બનતા રેલવે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
રાજકોટના બિલેશ્વર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગઇકાલે રાત્રે 9 કલાકની આસપાસ બિલેશ્વર નજીક ટ્રેનના C-4, C-5 કોચ પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.અને જેમાં ટ્રેનના કાચને સામાન્ય નુકસાન થયું હતું. તો રેલવે પોલીસે કલમ 154 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના બિલેશ્વર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.તો આપને જણાવી દઇએ કે જ્યારે ટ્રેન પર પથ્થરમારો થયો ત્યારે ટ્રેનના E1 કોચમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યા હતા.મળતી માહિતી અનુસાર ગઇકાલે રાત્રે 9 કલાકની આસપાસ બિલેશ્વર નજીક ટ્રેનના C-4, C-5 કોચ પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.અને જેમાં ટ્રેનના કાચને સામાન્ય નુકસાન થયું હતું.
જો કે ઘટનાની જાણ થતાં જ રાજકોટ રેલવે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ઘટના બાદ રેલવે પોલીસ બેડામાં દોડધામ મચી છે.તો બીજી તરફ મીડિયામાં પણ અહેવાલ વહેતા થયા છે. ત્યારે રાજકોટ રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર સામે આવ્યા છે. અને સ્પષ્ટતા કરતા તેઓએ માહિતી આપી કે રેલવે પોલીસે કલમ 154 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો દાવો છે કે બિલેશ્વર સ્ટેશનથી 4 કિમી પહેલા ઘટના બની હતી. વધુમાં તેઓએ પથ્થરમારાની ઘટનામાં કોઇને ઇજા કે નુકસાન ન હોવાનું પણ જણાવ્યું.
રેલવે અધિકારીઓનું માનવું છે કે પથ્થરમારો બાળકોનું કારસ્તાન હોઇ શકે છે. તો પથ્થરમારો કોણે અને કેમ કર્યો છે. તે કારણ જાણવા હાલ રેલવે પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોતરાઇ છે. તો જે ટ્રેનમાં ગૃહ રાજ્યમંત્રી મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારાની ઘટનાને રેલવે વિભાગે ગંભીરતાથી લીધી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
