પારદર્શક સરકારમાં અપારદર્શક ! દાહોદના મનરેગા કૌંભાડમાં પ્રધાનપુત્રનુ નામ ગુંજ્યું

દાહોદમાં હાલ ચર્ચાઈ રહ્યા મુજબ, બચુભાઈ ખાભડ ગુજરાત સરકારમાં પંચાયત પ્રધાન હોવાથી પોલીસ, કિરણ અને બળવંત સુધી તટસ્થ તપાસ કરી શકશે નહીં. મનરેગાના રૂપિયા 71 કરોડના કૌંભાડના કેસમાં દૂઘનું દૂઘ અને પાણીનું પાણી કરવું હોય તો, બચુભાઈ ખાભડે પહેલા સરકારમાંથી રાજીનામુ આપીને નવી પહેલ કરવી જોઈએ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ચમરબંધીની શેહમાં આવ્યા વિના તપાસ કરે તો કૌંભાડનો રેલો અનેક મોટામાથાના પગ હેઠળ આવવાની સંભાવના છે.

| Edited By: | Updated on: May 01, 2025 | 8:42 PM

ગુજરાતની પ્રમાણિક અને પારદર્શક સરકાર ઉપર ડાઘ લાગે તેવી ઘટના દાહોદમાં બની છે. દાહોદ જિલ્લાના ડીઆરડીએ પોલીસમાં મનરેગા હેઠળ રૂપિયા 71 કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને લઈને દાહોદ પથકમાં કથિત રીતે ગુજરાતના પંચાયત પ્રધાન બચુભાઈ ખાભડના પુત્ર કિરણ અને બળવંતનું નામ સંડોવાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રધાનપુત્ર કૌંભાડમાં સામેલ હોવાની શંકાને વધુ મજબૂત કરતી એક ઘટના એવી સામે આવી છે કે, પ્રધાનપુત્રે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે.

દાહોદ જિલ્લામાં ચાલતી મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેના આધારે દાહોદ પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કહેવાય છે કે, પંચાયત પ્રધાન બચુભાઈ ખાભડના પુત્રની એજન્સી પણ મનરેગાના 71 કરોડના કૌંભાડમાં સંડોવાયેલી છે. જેના કારણે તેમણે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે.

દાહોદમાં હાલ ચર્ચાઈ રહ્યા મુજબ, બચુભાઈ ખાભડ ગુજરાત સરકારમાં પંચાયત પ્રધાન હોવાથી પોલીસ, કિરણ અને બળવંત સુધી તટસ્થ તપાસ કરી શકશે નહીં. મનરેગાના રૂપિયા 71 કરોડના કૌંભાડના કેસમાં દૂઘનું દૂઘ અને પાણીનું પાણી કરવું હોય તો, બચુભાઈ ખાભડે પહેલા સરકારમાંથી રાજીનામુ આપીને નવી પહેલ કરવી જોઈએ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ચમરબંધીની શેહમાં આવ્યા વિના તપાસ કરે તો કૌંભાડનો રેલો અનેક મોટામાથાના પગ હેઠળ આવવાની સંભાવના છે.

દાહોદના ચર્ચાસ્પદ રૂપિયા 71 કરોડના મનરેગા કૌંભાડ અંગે, પંચાયત પ્રધાન બચુભાઈ ખાભડે ટીવી9 ગુજરાતીને જણાવ્યું હતું કે, આ બદનામ કરવાનુ કાવતરુ છે. ઘણા સમયથી આક્ષેપ થતા આવ્યા છે. સમગ્ર ઘટના કોર્ટમાં ન્યાય માટે છે. તપાસ ચાલી રહી છે. તપાસનીશ અધિકારીની તપાસમાં બધુ બહાર આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો