બોટાદના ઝેરી દારૂકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યુ- એકપણ દોષિતને બક્ષવામાં નહીં આવે, જુઓ વીડિયો

|

Jul 30, 2022 | 7:50 PM

રાજ્યમાં થયેલા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)ના પડઘા સંસદ સુધી પડ્યા છે, વિપક્ષ પણ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે, ત્યારે સરકાર પણ બચાવની મુદ્રામાં આવી ગઈ છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે દારૂકાંડના એકપણ દોષીતને બક્ષવામાં નહીં આવે.

બોટાદના બરવાળા તાલુકાના રોજિદ ગામે થયેલા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)માં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને વિપક્ષ સરકારને સતત ઘેરી રહ્યો છે. તો બીજી તરફ સમગ્ર કેસમાં  સરકાર ત્વરીત ગતિએ કામગીરી કરી રહી છે. આ સમગ્ર ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે આ ઝેરીદારૂકાંડની ઘટનામાં એકપણ દોષિતને છોડવામાં આવશે નહી. પત્રકારો સાથેની વાતચીતમાં     હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યુ કે સરકાર ગંભીરતાથી કામગીરી કરી રહી છે અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે.

હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી અને 30 ટીમો બનાવીને અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાની વાત કરી. સંઘવીએ કહ્યુ આ કેસમાં જે કોઈપણ જવાબદાર હશે તેમને છોડવામાં આવશે નહીં, તો બીજી તરફ પોલીસ અધિકારીઓના સસ્પેન્શન મુદ્દે પણ તેમણે જણાવ્યુ હતુ કે જે વિસ્તારની જવાબદારી જે કોઈ અધિકારીઓની હતી તે લોકોને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મિથેનાઈલ આલ્કોહોલને કંટ્રોલ કરવા પર પોલિસી બનાવવા વિચારણા

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે મિથેનાઈલ આલ્કોહોલ જે છે તેને કંટ્રોલ કઈ રીતે કરી શકાય તેની પોલિસી પર પણ સરકાર આગળ વધી રહી છે. આ સાથે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે હું આપને ખાતરી અપાવુ છુ કે આ દારૂકાંડમાં જોડાયેલા તમામ લોકો સામે પગલા લેવામાં આવશે. આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોને મળ્યા હતા અને અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આપને જણાવી દઈએ કે 100થી વધુ લોકો આ ઝેરી દારૂકાંડમાં અસરગ્રસ્ત થયા હતા.

Next Video