
ખનીજ ચોરી કરતા વાહનોને મોરબી ના ધારાસભ્યએ કાંતિ અમૃતિયાએ અટકાવ્યા છે. તમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.નંબર વિનાના ડમ્પર ટ્રક વિનાના વાહનો દ્વારા ખનિજ ચોરી કરવામાં આવતી હોવાને આશંકાએ તેમને અટકાવીને તેઓએ અટકાવ્યા હતા. ખનિજ ચોરી નંબર વિનાની ગાડીઓ દ્વારા કરવામાં આવતી હોવાને લઈ કાર્યવાહી કરી હતી. અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં તેઓને આવા ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
અમૃતિયાએ TV9 સાથેની વાતચિત દરમિયાન બતાવ્યુ હતુ કે, હું રસ્તામાં નિકળતો હતો, ત્યારે કેવડિયા ગામના કેટલાક કાર્યકરોએ આવી ટ્રકોને રોકી હતી. જેને લઈ તેઓએ આ અંગે કાર્યવાહી કરવાને લઈ તેઓએ ઉભા રહીને નંબર વિનાના વાહનોને રોકી દીધા હતા. તેઓએ આ વાહનોને સ્થાનિક હળવદ પોલીસને સોંપ્યા હતા અને કાર્યવાહી કરવા માટે જણાવ્યુ હતુ. આ વાહનો થાનના હોવાનુ સામે આવ્યુ હતુ.
Published On - 5:32 pm, Tue, 4 July 23