પાટણના કણી ગામે દૂધ ઉત્પાદકોએ દૂધ સાગર ડેરી સામે વિરોધ નોંધાવ્યો

|

Dec 25, 2021 | 2:39 PM

દૂધ ઉત્પાદકોનો આરોપ છે કે, તેમને બે મહિનાથી ડેરી તરફથી નાણાં નથી મળ્યા. કુલ 300થી વધુ દૂધ ઉત્પાદકોના નાણાં અટવાયા હોવાનો દૂધ ઉત્પાદકોનો આરોપ છે.

ગુજરાતમાં(Gujarat) પાટણના(Patan)કણી ગામમાં દૂધ ઉત્પાદકોએ(Milk Producer)દૂધ સાગર ડેરી(Dudhsagar Dairy) સામે વિરોધ(Protest)નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો મંડળી બહાર એકઠા થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. દૂધ ઉત્પાદકોનો આરોપ છે કે, તેમને બે મહિનાથી ડેરી તરફથી નાણાં નથી મળ્યા. કુલ 300થી વધુ દૂધ ઉત્પાદકોના નાણાં અટવાયા હોવાનો દૂધ ઉત્પાદકોનો આરોપ છે.

તેમનું કહેવું છે કે, આ અંગે વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવાયા નથી. એટલું જ નહીં કર્મચારીઓને પણ પગાર ન અપાયો હોવાનો દૂધ ઉત્પાદકોનો આરોપ છે. દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે, ડેરીના પૂર્વ મંત્રીની ગેરરીતિ સામે આવ્યા બાદ હિસાબ અટકાવાયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રવિવારે કરશે શકિત પ્રદર્શન

આ પણ વાંચો :  Kutch: જામનગરમાં 700 બેડની હોસ્પિટલને અપાશે ગુરુ ગોવિંદ સિંહ નામ, ગુરુપર્વ સમારોહ પર વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

Next Video