Gujarat માં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી

|

Apr 07, 2022 | 10:55 PM

આગામી દિવસોમાં તાપમાન 40થી 41 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે.હાલ, રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો, ભુજમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો છે.જ્યારે, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ડીસા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તો વડોદરામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે

Gujarat માં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી
Gujarat Heatwave

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કાળઝાળ ગરમીમાં શેકાવા માટે થઈ જાઓ. જેમાં આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં ગરમીનો(Summer)  પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ હીટવેવ રહેશે.રાજકોટ, પોરબંજર, ગીર, ડીસા, પાલનપુરમાં હીટવેવ રહેશે.ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી ઉંચકાશે.આગામી દિવસોમાં તાપમાન 40થી 41 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે.હાલ, રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો, ભુજમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો છે.જ્યારે, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ડીસા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તો વડોદરામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે

હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Ramnavami થી પાંચ દિવસ સુધી પોરબંદરના માઘવપુર ઘેડ ખાતે લોકમેળો યોજાશે

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ પણ વાંચો : પોરબંદર : માધવપુર ઘેડના મેળા માટે જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:53 pm, Thu, 7 April 22

Next Article