Gujarat માં હિટવેવની અસર જોવા મળી, હજુ ત્રણ દિવસ ગરમીનો પારો યથાવત રહેશે

| Edited By: | Updated on: Mar 27, 2022 | 5:12 PM

હવામાન વિભાગ દ્વારા યલો અને રેડ એલર્ટ અપાય છે. ત્યારે આકરી ગરમીથી રાહત મળે તે માટે AMC તરફથી હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.. જે અંતર્ગત શહેરના અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ છે. હિટવેવમાં લુ લાગવાના કેસમાં આઇસ પેક અને ગ્લુકોઝ બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat) ફરી એકવાર ગરમીના (Heat Wave)પારામાં વધારો થયો છે. જેમાં અનેક શહેરોમાં હવામાન વિભાગ(Weather) દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.ત્યારે અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર અગન ગોળા વરસી રહ્યાં છે.ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઇ રહ્યાં છે..અને લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહ્યાં છે.ગુજરાતમાં આગામી 3 દિવસ દેહ દઝાડતી આકરી ગરમી પડશે. હવામાન વિભાગે 3 દિવસ હિટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે. તો કચ્છમાં આગામી 24 કલાક સિવિયર હિટવેવની સંભાવના છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડામાં પણ ગરમીનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અનેક સ્થળે પ્રચંડ ગરમી અનુભવાશે.

AMC તરફથી હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો

ગુજરાતમાં ફરી આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના ડીસા, અમદાવાદ, સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. રાજ્યમાં પવનોની દિશા બદલાતા ફરી એકવાર ગરમીનું જોર વધી શકે છે.માર્ચ મહિનાથી જ ગરમીનો પારો ઉંચો ગયો છે. આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યાં છે.. હવામાન વિભાગ દ્વારા યલો અને રેડ એલર્ટ અપાય છે. ત્યારે આકરી ગરમીથી રાહત મળે તે માટે AMC તરફથી હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.. જે અંતર્ગત શહેરના અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ છે. હિટવેવમાં લુ લાગવાના કેસમાં આઇસ પેક અને ગ્લુકોઝ બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara: સયાજી હોસ્પિટલમાં શ્રમિક પરિવારની મહિલાના ઓછા વજનવાળા બાળકની 62 દિવસ સુધી સારવાર કરી નવું જીવન આપ્યું

આ પણ વાંચો : સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Published on: Mar 27, 2022 05:11 PM