Gujarati Video: સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ, યુવકના પિતાએ લીધેલા વ્યાજના પૈસા સામે પુત્રના પગ ભાંગી નાખ્યા

Gujarati Video: સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ, યુવકના પિતાએ લીધેલા વ્યાજના પૈસા સામે પુત્રના પગ ભાંગી નાખ્યા

| Edited By: | Updated on: Aug 11, 2023 | 10:12 PM

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરોએ યુવકને મારી બે પગ ભાંગ્યા. મહત્વનુ છે કે ગુજરાત પોલીસની વ્યાજ ખોરો સામે કાર્યવાહીની વાતો માત્ર કાગળ પર હોય તેવી વાતો સામે આવી છે.

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બંને પગ ભાંગી નાંખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. એક તરફ ગુજરાત પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાના બંણગા ફૂંકી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. યુવકના પિતાએ 3 લાખ રૂપિયા 10% લેખે વ્યાજે લીધા હતા. જે બાદ આ સમગ્ર ઉઘરાણીને લઈ ઘટના ઘટી છે.

આ પણ વાંચો : Gujarati Video: સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવેની હાલત થઈ ખરાબ, રસ્તા પર રખડતા ઢોર અને મસમોટા ખાડાથી વાહનચાલકોને હાલાકી

3 વર્ષથી 10% લેખે 30 હજાર માસિક વ્યાજ ચૂકવતા હતા. પરંતુ આ શક્ય નહિ બનતા મામલો બીચક્યો હતો. ગત માસે વ્યાજ ચુકવણી કરવાનું મોડું થઈ જતા 80 ફૂટ રોડ પર 4 શખ્સોએ યુવકના જાહેરમાં જ બંને પગ ભાંગી નાંખ્યા હતા. ગંભીર માર મારી તેને અધમૂઓ કરી નાખ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મહત્વનુ છે કે માનસિક ત્રાસ તો ઠીક પરંતુ મારપીટ સુધી પહોંચતા આરોપી સામે કાર્યવાહી કરવા માગ કરાઇ છે.

સુરેન્દ્રનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો