Mehsana: ઉંઝા સિવિલમાં તબીબ ન આવતા હોવાને પગલે સીએમ અને આરોગ્યપ્રધાનને લેખિત રજૂઆત , જાણો જિલ્લાના મહત્વના સમાચાર

| Edited By: | Updated on: Feb 11, 2023 | 10:11 PM

ઉંઝા નગર પાલિકાના વિપક્ષના નેતા ભાવેશ પટેલનો આક્ષેપ છે કે સિવિલમાં તબીબો હાજર રહેતા જ નથી જેને કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે.એટલું જ નહીં તબીબ ગેરહાજર રહેતા હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબની ગેરહાજરીથી દર્દીઓને મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ થયો છે. નગરપાલિકા વિપક્ષના નેતા ભાવેશ પટેલની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન તબીબો ગેરહાજર રહેતા હોવાનો ખુલાસો થયો છે.

સમગ્ર ઘટના એવી છે કે આજે અચાનક  વિપક્ષના નેતા ભાવેશ પટેલે ઉંઝાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તબીબોની કામગીરીની ચકાસણી કરી હતી . જોકે આ તપાસમાં મોટા ભાગના તબીબો ગેર હાજર જોવા મળ્યા હતા.

ઉંઝા નગર પાલિકાના  કોર્પોરેટર અને વિપક્ષના નેતા ભાવેશ પટેલનો આક્ષેપ છે કે સિવિલમાં તબીબો હાજર રહેતા જ નથી જેને કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે. તેમણે ઉમેર્યું હતું કે તબીબ ગેરહાજર રહેતા હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટનામાં ભાવેશ પટેલે ઓર્થોપેડિક તબીબ ચૈતન્ય પટેલ અને સિવિલ સર્જન સામે પગલાં ભરવા મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાનને લેખિતમાં  રજૂઆત કરી છે.

કડીમાં બિલ્ડરે લોન ન ભરતા ફલેટ થયા સીલ

મહેસાણાના કડીમાં બિલ્ડરે લોન ન ભરતા રહેણાક ફ્લેટને સીલ કરાયા છે. કડીમાં સન સાઈનના 18 ફ્લેટ અને 5 દુકાનોને સીલ કરાઈ છે. 2 બિલ્ડરોએ ફ્લેટને તારણમાં મુકી રૂ.4.50 કરોડની લોન લીધી હતી. બિલ્ડરે લોન ભરપાઈ ન કરતા બેંકએ ફ્લેટ સીલ કર્યા હતા. બિલ્ડરે રહીશોને અંધારામાં રાખી ફ્લેટને બારોબાર વેચ્યા હતા. ફ્લેટના રહિશોને 2017થી દસ્તાવેજ મળ્યા હતા જે બાદ લોન પણ ભરતા હતા, પરંતુ 2019થી બિલ્ડરના નામની બેંકે લોન અંગેની નોટિસ પાઠવતા છેતરપિંડી થયાનું સામે આવ્યું હતું. હાલ ફ્લેટના રહિશોએ બિલ્ડર સામે ફરિયાદ કરવા લેખીત રજૂઆત કરી છે.

લાંઘણજમાં બોગસ રોડ બનાવવાનું પડ્યું ભારે

મહેસાણાના લાંઘણજમાં બોગસ રોડ બનાવવાનું અધિકારીઓને ભારે પડ્યું છે. આશરે સાત વર્ષ બાદ આ કેસમાં દાખલ થઈ છે ફરિયાદ… વર્ષ 2015માં બનેલા એપ્રોચ રોડમાં બોગસ ટેસ્ટિંગ સર્ટીફીકેટ રજૂ કર્યાનો ખુલાસો થયો છે. જેને લઈ તત્કાલીન કાર્યપાલક ઈજનેર સહિત 5 સામે ઠગાઈની ફરિયાદ દાખલ થઈ છે.