Mehsana News: ગધેડા લઈને નીકળી મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ, વિવિધ મુદ્દે પાલિકા બહાર કર્યુ વિરોધ પ્રદર્શન, જુઓ Video
રાજ્યની તમામ પાલિકાઓમાં થતાં ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ આકરા પાણીએ આવી છે. ત્યારે મહેસાણામાં પણ આ જ પ્રકારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલિકા ના વહીવટ પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ કરી વિરોધ કર્યો હતો. જોકે આ વિરોધને લઈ પોલીસે ટિંગાટોળી કરી શહેર કોંગ્રેસ પ્રમુખ અને મહિલા કોંગ્રેસ કાર્યકરની અટકાયત કરી હતી.
મહેસાણા ગધેડા લઈને નીકળી મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસે નગરપાલિકામાં ગધેડા લઈ જઈ વિરોધ પ્રદર્શન કર્યું. એટલું જ નહીં પાલિકાના વહીવટ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન અને ધરણાં કરતા કોંગી આગેવાનોની પોલીસે ટિંગાટોળી કરી શહેર કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરવામાં આવી. મહત્વનુ છે કે મહિલા કોંગ્રેસ કાર્યકરને પણ ટિંગાટોળી કરી પોલીસે અટકાયત કરી છે.
આ પણ વાંચો : Dharoi Dam: ચોમાસાની વિદાયની તૈયારીઓ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ જાણો, સંપૂર્ણ અપડેટ
પાલિકાનું વહીવટી તંત્ર ભૂગર્ભ ગટર તેમજ પમ્પિંગ સ્ટેશન અને સાફસાઈમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે. સાથે પોતાના પરિવારના લોકોને કામ આપવામાં આવતું હોવાના પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.