Mehsana : વિસનગરમાં ગટરમાં પડેલી કિશોરીનું મોત, એકનો બચાવ થયો

|

Aug 05, 2022 | 10:16 PM

મહેસાણાના(Mehsana)  વિસનગરમાં(Visnagar)  ગટરમાં પડેલી કિશોરીનું મોત(Girl Death)  થયું છે.  પાણીનો ભરાવો થતાં કિશોરી ગટરમાં પડી ગઈ હતી. બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા

મહેસાણાના(Mehsana)  વિસનગરમાં(Visnagar)  ગટરમાં પડેલી કિશોરીનું મોત(Girl Death)  થયું છે.  પાણીનો ભરાવો થતાં કિશોરી ગટરમાં પડી ગઈ હતી. બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. બીજી તરફ તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ કિશોરીને બહાર કઢાઈ હતી અને સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. મહત્વનું છે કે, વિસનગરમાં પોણા કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા . શહેરના રસ્તાઓ જળમગ્ન બન્યા હતા

મહેસાણા વિસનગરમા ગટરમા ડૂબવાથી એક વિદ્યાર્થિનીનુ મોત થયું છે. જયારે એકનો બચાવ થયો છે. જેમાં 14 વર્ષીય જિયા વિજયભાઈ નાયીનુ ડૂબી જવાથી મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં શાળાએથી સાયકલ પર પસાર થતી હતી બે વિદ્યાર્થીનીઓ થલોટા ચોકડી પર રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે ભારે વરસાદ દરમ્યાન ખુલ્લી ગટરો વરસાદી પાણીથી ઢંકાઈ ગઈ હતી . રોડ રસ્તા પર પાણી ફરી વળતા ખુલ્લી ગટરો મોતની ગટરો બની છે. જો કે વિસનગર પાલિકાની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

તો આ તરફ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પરિવાર પ્રત્યે સાંત્વના પાઠવી છે અને સરકાર તરફથી મદદ અપાવવાની ખાતરી આપી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, વિસનગરે એક દીકરી ગુમાવી છે તેનું દુઃખ છે.બીજી તરફ પાલિકા પ્રમુખ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનોને મળ્યા હતા. જો કે, આ મુદ્દે તેમણે જવાબ આપવાનું પણ ટાળ્યું હતું અને કેમેરાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

મહેસાણા જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘમહેર થઈ છે. જેમાં કડી, વિજાપુર અને વિસનગર જેવા શહેરોમાં વરસાદ પડ્યો હતો. કડીમાં 1 ઈંચથી પણ ઓછા વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવો થયો છે, કરણનગર અને જય ગુરૂદેવ સોસાયટીમાં 3 ફૂટ જેટલું પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીમાં મુકાયા છે. જય ગુરૂદેવ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ અને તમામ ઘરવખરી પલળી ગઈ છે. વર્ષોથી આ વિસ્તારમાં પાણી સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. તેમ છતાં તંત્ર દ્વારા પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

Published On - 8:57 pm, Fri, 5 August 22

Next Video