Breaking News : મહેસાણામાં ગોરીયાપુરની હોસ્ટેલમાં 20થી 22 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર, તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા, જુઓ Video
મહેસાણામાં 20થી 22 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.હાલમાં તમામ વિદ્યાર્થીઓને હોસ્પિલ લઈ જવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર મામલે શિક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મહેસાણામાં 20થી 22 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.સતલાસણાના ગોરીયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ઝાડા અને ઉલટી થવા લાગી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓની તબિયત બગડતા રીક્ષા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા.
વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર
વિદ્યાર્થીઓએ રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી. એક બાદ એક વિદ્યાર્થીની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે. આ સમગ્ર મામલે શિક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી હતી. વિદ્યાર્થીઓની તબિયત લથતા વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું અહી ક્લિક કરો