Mehsana : ખેરાલુ એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો, પાણીની તંગીના મુદ્દે ચેરમેનને ઘેર્યા

|

May 25, 2022 | 10:50 PM

ખેડૂતો ખેરાલુ APMCમાં ચેરમેન પાસે જવાબ માગવા પહોંચ્યા હતા. એક તરફ ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે તો બીજી તરફ ચેરમેન દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતો અકળાયા હતા.

ગુજરાતમાં મહેસાણાની(Mehsana) ખેરાલુ એપીએમસીમાં(APMC)ખેડૂતોએ(Farmers)હોબાળો મચાવ્યો હતો. જેમાં ખેડૂતોએ APMC ચેરમેન ભીખા ચૌધરી પર ગેરમાર્ગે દોરતી જાહેરાત કરવાનો આપવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે ખેડૂતોમાં APMCના ચેરમેન સામે રોષ ભભૂક્યો હતો. ખેડૂતો ખેરાલુ APMCમાં ચેરમેન પાસે જવાબ માગવા પહોંચ્યા હતા. એક તરફ ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે તો બીજી તરફ ચેરમેન દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતો અકળાયા હતા.

આ જાહેરાતમાં ખેરાલુ તાલુકામાં પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ખેરાલુ તાલુકાની પ્રજા અને ખેડૂતો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યા છે. તેમજ ખેડૂતોએ પાણી આપવાને બદલે ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા માંગ કરી હતી. તેમજ ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન ઉકેલવાને બદલે નેતાઓ રાજનીતિ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં સિંચાઈનો પ્રશ્ન જટિલ બની રહ્યો છે. મહેસાણાના સતલાસણા અને ખેરાલુ તાલુકાના 41  ગામના ખેડૂતો પણ ચીમનાબાઈ સરોવર તેમજ અન્ય તળાવો ભરવા માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે. આગામી દિવસોમાં પાણીના મામલે ઉત્તર ગુજરાતના ખેડૂતો સરકાર સામે મોરચો માંડવાની દિશામાં આગળ વધી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં ૨૬મીએ યોજાનારી ખેડૂતોની વિરાટ રેલીને લઈ વહીવટી તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે તો પોલીસ તંત્રની પણ ઊંઘ ઊડી ચૂકી છે.

 

(With Input, Manish Mistri, Mehsana) 

Published On - 8:29 pm, Wed, 25 May 22

Next Video