Gujarati VIDEO : મહેસાણા જિલ્લા જેલમાં રાત ભર ચાલી દરોડાની કામગીરી, કોઈ વાંધાજનક વસ્તુ ના મળી

|

Mar 25, 2023 | 10:13 AM

મહેસાણા જિલ્લા જેલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી હોવાની માહિતી મળી રહી છે.જો કે જિલ્લા પોલીસ વડાએ આ અંગે માહિતી આપવાનુ ટાળ્યુ હતુ.

Mehsana : આ તરફ મહેસાણા જિલ્લા જેલમાં રાતભર દરોડાની કામગીરી ચાલી છે. જેલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી હોવાની માહિતી મળી રહી છે. જો કે જિલ્લા પોલીસ વડાએ આ અંગે માહિતી આપવાનુ ટાળ્યુ હતુ. આપને જણાવી દઈએ કે, આજે સાંજે ગૃહ વિભાગની મહત્વપુર્ણ બેઠક મળવાની છે, તેમાં મહેસાણા જેલના સર્ચ ઓપરેશનનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે.

રાજ્યની તમામ જેલમાં સર્ચ ઓપરેશન યથાવત

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા ગઈકાલથી બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જે બાદ એક સાથે તમામ જેલમાં પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ઘરી હતી. રાજ્યની 17 જેલમાં 1700 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ ચેકિંગમાં જોતરાયા છે.

Published On - 10:01 am, Sat, 25 March 23

Next Video