Mehsana: સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની કામગીરી અટકી, ભાજપના જ જુથે મંડળી બોગસ હોવાનો આરોપ લગાવ્યો

|

Jan 17, 2022 | 6:59 AM

ઊંઝા તાલુકા ભાજપના બે જૂથ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સત્તા કબ્જે કરવા સામસામે આવી ગયા છે. વર્ષોથી ચાલી આવતી મંડળીઓ બોગસ અને ઠેલા મંડળીઓ હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

મહેસાણા (Mehsana)માં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચૂંટણી (Cooperative Purchase Sales Union Election)પહેલા વિવાદ વકર્યો છે. સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા ભાજપ (BJP)ની જૂથબંધી સામે આવી છે.ભાજપના જ જૂથે મંડળીઓ બોગસ હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના જ એક જુથની આ અરજીના કારણે ચૂંટણીની કામગીરી અટવાઇ ગઇ છે.

ભાજપના જ બે જુથ ચૂંટણી પહેલા સામ સામે

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા છે. ઊંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 28 મંડળીઓ બોગસ હોવાનો આરોપ ખુદ ભાજપના જુથે જ લગાવ્યો છે. ભાજપના જૂથે આ અંગે રજૂઆતો કરતા વિવાદ વકર્યો છે.

અરજીને પગલે અટવાઈ ચૂંટણીની કામગીરી

ઊંઝા તાલુકા ભાજપના બે જૂથ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સત્તા કબ્જે કરવા સામસામે આવી ગયા છે. વર્ષોથી ચાલી આવતી મંડળીઓ બોગસ અને ઠેલા મંડળીઓ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે મતદાર યાદી હજુ સુધી જાહેર થઈ શકી નથી અને તેના કારણે ચૂંટણી પણ જાહેર થઈ શકી નથી. જો કે ચૂંટણી પહેલા જ મતદાર યાદીના આવા ખુલ્લેઆમ વિરોધથી ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો-

BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા

આ પણ વાંચો-

JUNAGADH : ભેજાબાજ વેપારીએ 60 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ભેજાબાજને દબોચી લીધો

Published On - 6:58 am, Mon, 17 January 22

Next Video