Mehsana: ધંધામાં નુકસાન જતા દુકાનમાં મૂકાવ્યા CCTV, ચોંકાવનારા થયા ખુલાસા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 02, 2023 | 8:44 PM

મહેસાણામાં કૌટુંબિક સાઢુની ચોરી CCTVમાં પકડાઈ હોવાની ઘટના એસએમે આવી છે. વડનગરના વલાસણ ગામમાં આ ઘટના બની છે. જેમાં ફરિયાદી પ્રવિણસિંહ રાઠોડે સાઢુ અશોકસિંહ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને પોતાની ગુરુકૃપા કિરાણા સ્ટોરમાં નુક્સાનની જતાં ભાંડો ફૂટ્યો.

Mehsana: વડનગરમાં ચોરીની આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના સામે આવી છે. ઘટના વલાસણ ગામની છે. જ્યાં ચોરી કરતો સાઢુ રંગે હાથ ઝડપાઈ ગયો છે. અત્યાર સુધી તમે અજાણ્યા શખ્સોએ ચોરી કર્યાનું સાંભળ્યું હશે પણ વલાસણ ગામે બાજુની દુકાનવાળો સાઢુ જ કરિયાણાની દુકાનમાં ચોરી કરતો હતો. જેને લઈ ફરિયાદી પ્રવિણસિંહ રાઠોડે સાઢુ અશોકસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રવિણસિંહ ગુરૂકૃપા કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી ધંધામાં નુક્સાન જતું હતું. જેથી પ્રવિણસિંહને દુકાનમાંથી ચોરી થતી હોવાની શંકા ગઈ હતી.

આ પણ વાંચો : ભારે પવન ફૂંકાતા મહેસાણા જિલ્લામાં વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં

તેમણે ચોરને પકડવા માટે દુકાનમાં CCTV લગાવડાવ્યા. તપાસ કરતાં સામે આવ્યું કે તેની બાજુમાં જ દુકાન ધરાવતો તેનો કૌટુંબિક સાઢુ અશોકસિંહ રાઠોડ ચોરી કરતો હતો. જેથી બીજા દિવસે રૂ.1500ની ચોરી કરતા અશોકસિંહને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. અશોકસિંહ રોજ થોડો-થોડો સામાન અને સામાન્ય રકમની ચોરી કરતો હતો. આખરે તેનો ભાંડો ફૂટી ગયો.

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો