મહેસાણાના સાંસદ નાના વેપારી પાસેથી વસ્તુઓ ખરીદતા દેખાયા, સ્વદેશીને પ્રોત્સાહન આપવા કરી ખુદ પહેલ- Video

મહેસાણામાં ભાજપના નેતાઓએ "મેક ઇન ઇન્ડિયા"ને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ કરી છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના નેતાઓએ સ્થાનિક બજારમાંથી દીવાળી માટે સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી.

| Edited By: | Updated on: Oct 17, 2025 | 9:56 PM

મહેસાણા શહેરમાં “મેક ઇન ઇન્ડિયા” ને પ્રોત્સાહન આપવા માટે ભાજપના નેતાઓએ અનોખી પહેલ કરી છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર અને ધારાસભ્ય મુકેશ પટેલે.. સ્થાનિક બજારમાં જઈને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને દીવાળી પહેલા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંદેશ આપ્યો છે. તોરણવાળી માતાજી ચોકમાં નાના વેપારીઓ પાસેથી દીવાળી માટેની વસ્તુઓ ખરીદી હતી. આ પહેલનો હેતુ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને વેગ આપવાનો હતો. સ્થાનિક લોકો અને વેપારીઓએ નેતાઓની પહેલને આવકારી હતી.

ભાજપના નેતાઓની આ પહેલ દ્વારા નાના વેપારીઓને ટેકો અને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો સંદેશ અપાયો. સ્થાનિક લોકોએ આ પહેલને આવકારી છે. જે  મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ આપશે.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રિવાબા જાડેજાને મળી આ મોટી જવાબદારી, સૌથી નાની વયનાં બન્યા મંત્રી