મહેસાણાના યુવકનું કેનેડામાં ડુબી જતા મોત, મૃતકનો ભાઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ

|

Apr 13, 2022 | 3:25 PM

મહેસાણાનો (Mehsana) હર્ષિલ બારોટ નામનો યુવક કેનેડામાં અભ્યાસ કરવા ગયો હતો. કેનેડામાં (Canada) તે પોતાના ભાઇ સાથે ફરવા નીકળ્યો હતો. તે સમયે હર્ષિલ બારોટ ખડકો પરથી લપસી જતા દરિયામાં પડ્યો હતો. તેને બચાવવા તેનો ભાઈ પણ દરિયામાં પડ્યો હતો.

મહેસાણાના (Mehsana) એક યુવાનનું કેનેડામાં (Canada) દરિયામાં ડૂબી જતાથી મોત થયું છે. દરિયામાં ડૂબી જતાં મહેસાણાના હર્ષિલ બારોટ નામના યુવાનનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. દરિયા પાસેના ખડકો પરથી હર્ષિલનો પગ લપસી જતા તે દરિયામાં (Sea) પડી ગયો હતો. બાદમાં તેને બચાવવા જતા તેનો ભાઇ પણ દરિયામાં ડુબવા લાગ્યો હતો. જો કે હાલ હર્ષિલનો ભાઇ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ મૃતક યુવકના માતા-પિતા કેનેડા જવા રવાના થઇ ગયા છે.

મહેસાણાનો હર્ષિલ બારોટ નામનો યુવક કેનેડામાં અભ્યાસ કરવા ગયો હતો. કેનેડામાં તે પોતાના ભાઇ સાથે ફરવા નીકળ્યો હતો. તે સમયે હર્ષિલ બારોટ ખડકો પરથી લપસી જતા દરિયામાં પડ્યો હતો. તેને બચાવવા તેનો ભાઈ પણ દરિયામાં પડ્યો હતો. જોકે તેનો ભાઇ હર્ષિલનો જીવ બચાવી શક્યો નહી અને આ ઘટનામાં હર્ષિલના ભાઈને પણ ગંભીર ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ મહેસાણામાં રહેતા મૃતકના માતા-પિતામાં શોકનો માહોલ છવાયો. તાત્કાલિક ધોરણે મૃતક હર્ષિલ બારોટના માતા-પિતા પણ કેનેડા જવા માટે રવાના થઈ ગયા છે.

મહત્વનું છે કે આ પહેલા ટોરેન્ટોમાં 21 વર્ષના ભારતીય વિદ્યાર્થીની હત્યા થયાની ઘટના સામે આવી હતી. જેમાં એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે 10થી 20 રૂપિયા ફી રાખવામાં આવશે, મે મહિનામાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા

આ પણ વાંચોઃ Ahmedabad : સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:03 am, Wed, 13 April 22

Next Video