Mehsana: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ બન્યા બાબુભાઈ પટેલ, વરણી બાદ આપ્યું આ નિવેદન
અમદાવાદના દસક્રોઈના ભાજપ ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ (Babubhai Jamnadas Patel) ઊંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા છે.
કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા મહેસાણા (Mehsana)ના ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન (Unjha Umiya Mataji Sansthan)ના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. અમદાવાદના દસક્રોઈના ભાજપ ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ (Babubhai Jamnadas Patel) ઊંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા છે. ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કારોબારીની બેઠકમાં નિયુક્તિ
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉમેશ્વર હોલમાં કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં હાલના ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ મણીભાઈ પટેલ સહિતાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રમુખ પદના દાવેદાર પ્રહલાદભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રહલાદભાઈ સહિત અન્ય હોદ્દેદારોએ સર્વાનુમતીથી બાબુભાઈ જમનાદાસ પટેલને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ તરીકે વરણી કરી હતી.
વરણી બાદ બાબુભાઈનું નિવેદન
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બન્યા બાદ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે, આજે સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી થઈ છે, પહેલા મારા હરીફ એવા પ્રહલાદભાઈએ પણ જાહેરમાં મને ટેકો આપ્યો છે. જેમનો હું ખુબ ખુબ આભારી છું. પાટીદાર સમાજ દરેક વર્ગોને સાથે રાખીને ચાલનારો વર્ગ છે. હું કાયમથી સમાજના દરેક વર્ગના લોકોને સાથે રાખીને ચાલતો આવ્યો છું.
તેમણે જણાવ્યુ કે પાટીદાર સમાજ સાથે દરેક વર્ગોને સાથે રાખીને ચાલવું એ મારો સ્વભાવ છે. ધીમે ધીમે પાટીદાર સમાજ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. વિકાસની વાતને પહેલા વળગ્યા હોય તો તે પાટીદાર સમાજ હતો. આ સાથે તેમણે સોલા ઉમિયા કેમ્પસમાં નિર્માણ પામનારા ઉમિયાધામ અંગે પણ વાતો કરી હતી.
આ પણ વાંચોઃ રાજ્યમાં 2021નો અંતિમ દિવસ ભાજપ, AAP અને કોંગ્રેસ માટે બની ગયો યાદગાર, જાણો શું બની ઘટનાઓ
આ પણ વાંચોઃ MEHSANA : સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા તંત્ર સજ્જ, 12 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને 3,181 બેડ તૈયાર