Mehsana: ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડુ, 14 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા

|

Feb 22, 2022 | 1:43 PM

મહેસાણાના ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડુ પડ્યુ છે. 14 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા છે. મહેસાણા જિલ્લા પ્રમુખ સમક્ષ તેમણે રાજીનામા રજુ કર્યા છે.

વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ કોંગ્રેસ (Congress) માં ધોવાણની સીઝન ચાલે છે. મહેસાણા (Mehsana) જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. મહેસાણાના ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે. કોંગ્રેસના 14 જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપ(BJP)માં જોડાયા છે. ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસ આગેવાનો કેસરી ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થયા છે.

મહેસાણા જિલ્લામાં એક પછી એક કોંગ્રેસ તૂટતી જતી દેખાઇ રહી છે. વધુ 14 કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. ભાજપ કાર્યાલયમાં આ તમામ વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.

થોડા દિવસ પહેલા પણ મહેસાણા જિલ્લા કોંગ્રેસનાપીઢ આગેવાનો ભાજપમાં માં જોડાયા હતા. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના મહામંત્રી રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને ઉપ પ્રમુખ ગોરધન ઝડફિયાની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસના નેતાઓનું ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું ભાજપના જોડનારા નેતાઓમાં મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પક્ષમાં અવગણના અને અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચતા તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.. તેઓ નારાજ થતાં કોંગ્રેસના મોવડી મંડળે મનાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી પૂર્વે મહેસાણા કોંગ્રેસમાં ભડકો થયો છે. એક તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. મહેસાણા કોંગ્રેસમાંથી આજે ભાજપમાં જોડાનારા નેતાઓ જયરાજસિંહ પરમારના ગ્રૂપ હોવાનું મનાય છે.

આ પણ વાંચો-

જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા, સી.આર. પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો

આ પણ વાંચો-

Ahmedabad: વૈષ્ણોદેવી મંદિર પાસેના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી, બેથી ત્રણ કાર બેઝમેન્ટ પાર્કિંગના ખાડામાં ગરકાવ થઈ ગઈ

Published On - 12:13 pm, Tue, 22 February 22

Next Video