Aravalli: હવામાન વિભાગની આગાહીને કારણે આટલા દિવસ મેઘરજ માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ

|

Dec 28, 2021 | 7:57 AM

Aravalli: હવામાન વિભાગની આગાહીને કારણે અરવલ્લી જિલ્લામાં તંત્ર એલર્ટ પર છે. તો ખેડૂતોનો પાક બગડે નહિ તે માટે મેઘરજ માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદની શક્યતાને લઈને બે દિવસ મગફળી ખરીદ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે. મેઘરજ માર્કેટ યાર્ડમાં બે દિવસ મગફળીની ખરીદી બંધ રહેશે. જણાવી દઈએ કે વરસાદની આગાહીના પગલે 28 અને 29 ડિસેમ્બર ટેકાના ભાવે ખરીદી બંધ રહેશે. તો વરસાદમાં ખેડૂતોનો પાક પલળે નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે.

તો જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની અસર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. થોડીવાર માટે ઝરમર વરસાદ વરસતાં શહેરના રસ્તા ભીના થઈ ગયા હતા. જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગે માવઠાની આગાહી કરેલી છે. જે મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો.

આ તરફ કચ્છના રાપર તાલુકામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. રાપરના ખેંગારપર, કુડા ,રામવાવ અને જામપર, સુવઇ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાની માહિતી આવી છે. ત્યારે મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા તો વધારી જ છે સાથે જ રાપરમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે કમોસમી વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ ઉભી થઇ રહી છે.

 

આ પણ વાંચો: પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન પાસે કરોડોની સંપત્તિ ક્યાંથી આવી, શું તે કોઈ મોટી સિન્ડિકેટનો ભાગ છે?

આ પણ વાંચો: Year Ender 2021: નારાયણ રાણેના નિવેદનને લીધે બબાલથી લઈને અનિલ દેશમુખના રાજીનામાં સુધીની રાજકીય ઘટનાઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં પાડ્યા પડઘા

Next Video