Bharuch માં એટીએસનું મેગા ઓપરેશન, કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું

|

Aug 16, 2022 | 4:44 PM

ગુજરાતમાં વડોદરા બાદ એટીએસએ ભરૂચમાં પણ કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેમાં 80 થી કરોડનો એમ. ડી. ડ્રગ્સનો મુદ્દામાલનો અંદાજ છે

ગુજરાતમાં(Gujarat)  વડોદરા બાદ એટીએસએ ભરૂચમાં પણ કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ(Drugs) ઝડપ્યું છે. જેમાં 80 થી કરોડનો એમ. ડી. ડ્રગ્સનો મુદ્દામાલનો અંદાજ છે. જેમાં પાનોલી જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. તેમજ ઇનફિનિટ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે.

વડોદરા  જિલ્લાના સાવલીમાં ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત રીતે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. સાવલીના મોક્સી ગામે ATSને મોટી સફળતા મળી અને કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ  ઝડપી પાડ્યુ છે. મોક્સી ગામમાં નેક્ટર કેમ ફેક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે કંપનીમાંથી 200 કિલો કરતા વધુનો જથ્થો ઝડપાયો છે જેની બજાર કિંમત એક હજાર કરોડ કરતા વધુની થવા જઈ રહી છે. કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની જાણકારી મેળવવા FSLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું ખુલ્યુ છે. ગુજરાત ATS થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.

 

ભરૂચ

પાનોલી જીઆઇડીસી સ્થિત કેમીકલ કંપનીમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું

ATS ની સૂચનાના આધારે ભરૂક SOG એ હાથ ધર્યું ઓપરર્શન

80 થી 100 કરોડના મુદ્દામાલનો અંદાજ

પોલીસના સત્તાવાર નિવેદનનો ઇન્તેજાર

#bharuchpolice #narcotics #gujaratats #MDDrugs #SOG #CrimeBranch

Posted by TV9 Gujarati on Tuesday, August 16, 2022

Published On - 4:40 pm, Tue, 16 August 22

Next Video