ગુજરાતમાં PFI ના ઠેકાણાઓ પર ATSની તવાઈ, અમદાવાદ અને સુરત સહિતના પાંચ જિલ્લામાંથી 20 લોકોની અટકાયત

|

Sep 27, 2022 | 11:15 AM

છેલ્લા 10 દિવસથી ગુજરાત ATS આ મુદ્દે ગુપ્ત તપાસ કરી રહી હતી. દેશના અન્ય રાજ્યોમાંથી NIA દ્વારા ઝડપાયેલા લોકોની પૂછપરછમાં અનેક નામો ખૂલ્યા હતા.

આતંકી ગતિવિધિઓને લઇને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ફરી એક વખત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)  પર સકંજો કસ્યો છે. તપાસ એજન્સીઓ દ્વારા ગુજરાત (Gujarat) સહિત દેશના 9 રાજ્યોમાં PFIના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. જેમાં ગુજરાતમાં પણ ATSએ PFI સાથે સંકળાયેલા લોકો પર તવાઇ બોલાવી છે. ગુજરાત ATS દ્વારા અમદાવાદ, (Ahmedabad) સુરત, નવસારી, વલસાડ અને બનાસકાંઠામાં (Banaskantha) દરોડા પાડવામાં આવ્યા.

ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા 20થી વધુ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી ગુજરાત ATS આ મુદ્દે ગુપ્ત તપાસ કરી રહી હતી. દેશના અન્ય રાજ્યોમાંથી NIA દ્વારા ઝડપાયેલા લોકોની પૂછપરછમાં અનેક નામો ખૂલ્યા હતા. જેના આધારે ગુજરાત ATS દ્વારા PFI વિરૂદ્ધ મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

PFIના આતંકી ષડયંત્રનો પર્દાફાશ

ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, કર્ણાટક,(Karnataka)  કેરળ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં મળીને કુલ 200થી વધુ સ્થળોએ પોલીસે દરોડા પાડી તપાસ હાથ ધરી છે. પોલીસે (Police) અત્યાર સુધીમાં કુલ 18 લોકોની ધરપકડ કરી છે. જ્યારે કે 170થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર ATS એ ગત રોજ PFIના આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. PFIના નિશાને આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓ (BJP Leaders)  તેમજ નાગપુર સ્થિત સંઘનું મુખ્ય કાર્યાલય પણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. NIA તરફથી વિવિધ ઇનપુટ્સ મળ્યા બાદ તપાસ એજન્સીઓએ PFI સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

 

Next Video