Dwarka માં મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ, હર્ષદ, નાવદ્રા સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા, જુઓ VIDEO

|

Mar 18, 2023 | 9:51 AM

દ્વારકામાં કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા. આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી છે.

દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે . હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા. આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી છે. અંદાજિત 26.43 લાખ કિંતની જગ્યાનુ દબાણ દુર કરવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે,દરિયાઈ પટ્ટા વિસ્તારમાં કુલ સાત દિવસ સુધી ડિમોલિશનની કામગીરી ચાલી હતી.

કુલ સાત દિવસ સુધી ડિમોલિશનની કામગીરી ચાલી

દ્વારકા જિલ્લામાં દબાણ હટાવો અભિયાન જોરશોરથી થઈ રહ્યુ હતુ. જેમાં સોશિયલ મીડિયા પર હાલ દ્વારકાના હરસિધ્ધિ માતાજીના મંદિરની આસપાસથી દૂર કરવામાં આવેલા અસંખ્ય દબાણોનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ છે.

આ વિડીયો @Meghupdates નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.  જેમાં લખવામાં આવ્યું છે કે ” ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં લાખો મીટર ગેરકાયદે રીતે અતિક્રમિત જમીનને ખાલી કરવા માટે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી. ”

Next Video