માવઠાએ વેર્યો વિનાશ, રાજ્યભરમાં જીરુ, ઘઉં, તુવેર, એરંડાનો પાક ધોવાયો, દક્ષિણ ગુજરાતમાં 40 કરોડથી વધુના નુકસાનનો અંદાજ

|

Nov 27, 2023 | 10:38 PM

રાજ્યમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાએ વિનાશ વેર્યો છે. ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. શિયાળુ પાક પર માવઠાએ પાણી ફેરવી દેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. એક તરફ પાકના નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો બીજી તરફ આ આકાશી આફતે ખેડૂતોની કમર તોડી નાંખી છે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતો પાયમાલ બનવાની તૈયારીમાં છે. ક્યાંક પાણીમાં પાક ગરકાવ થઈ ગયો છે. તો ક્યાંક ભારે પવને પાકને નુકસાન પહોંચાડ્યું છે. ક્યાંક પાકના મોલ ખરી પડ્યા છે તો ક્યાંક બિયારણ ધોવાય ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં 40 કરોડથી વધુના નુકસાનનો અંદાજ

રાજ્યભરમાં મોટાભાગના ખેડૂતોની સ્થિતિ એકસરખી છે. તમામ ખેડૂતોને નુકસાન થયું છે. અને તમામ ખેડૂતો સરકાર તરફ આશાની નજરે જોઈ રહ્યા છે અને સહાયની માગ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં 40 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે. રાજ્યભરમાં જીરુ, ઘઉં, તુવેર, એરંડા અને શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે.

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ, જાફરાબાદના રોહિસામાં વીજળી પડતા 16 વર્ષિય કિશોર અને આધેડનું મોત

નર્મદા જિલ્લામાં કપાસ, તુવેરને વ્યાપક નુકસાન

આ તરફ નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ માવઠાએ રડાવ્યા છે. ખેતી પર નભતા નર્મદા જિલ્લામાં તુવેર અને કપાસની ખેકીને મોટુ નુકસાન પહોંચ્યુ છે. નાંદોદના રામગઢમિાં પહેલા કપાસમાં જીવાત આવી જતા પાકને ફટકો પડ્યો. તો ભારે પવનમાં કપાસ અને તુવેરના સંખ્યાબંધ છોડ જમીનદોસ્ત થઈ ગયા. એક ખેડૂત રામલાલ વસાવા રડતા રડતા જણાવ્યુ કે વ્યાજે રૂપિયા લઈને 5 એકરમાં તુવેર અને કપાસનું વાવેતર કર્યુ હતુ. સારી કમાણીની આશા પર થોડા કલાકોના વરસાદથી પાણઈ ફરી વળ્યુ છે. દીકરીના લગ્નનો ખર્ચ કેમ કાઢવો તેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video