રાજકોટ બાદ મોરેશિયસના PM આજે અમદાવાદની મુલાકાતે, એરપોર્ટથી હાંસોલ સુધી રોડ શો યોજશે

|

Apr 19, 2022 | 11:34 AM

અમદાવાદમાં (Ahmedabad) મોરેશિયસના વડાપ્રધાન પ્રવીંદ જુગન્નાથનું (Pravind Kumar Jugnauth) અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમના આગમનને પગલે અમદાવાદમાં 30 સ્ટેજ બનાવી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

મોરેશિયસના (Mauritius) વડાપ્રધાન પ્રવીંદ જુગન્નાથ (Pravind Kumar Jugnauth) ગુજરાતના મહેમાન બન્યા છે. ગઇકાલે રાજકોટ(Rajkot) માં રોડ શો યોજ્યા બાદ હવે આજે પ્રવીંદ જુગન્નાથ અમદાવાદની (Ahmedabad)  મુલાકાતે છે. ત્યારે અમદાવાદમાં તેમના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે. AMCએ એરપોર્ટથી હાંસોલ સુધી તેમનો રોડ શો યોજવાની વ્યવસ્થા કરી છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવીંદ જુગન્નાથના સ્વાગત માટે અમદાવાદમાં 15 હજાર લોકો જોડાશે.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવીંદ જુગન્નાથનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમના આગમનને પગલે અમદાવાદમાં 30 સ્ટેજ બનાવી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમના સ્વાગત કાર્યક્રમ દરમિયાન 12 રાજ્યોના સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવા મળશે. ગુજરાતભરમાં 18 જેટલા પ્રચલિત ગ્રુપ આવીને પરફોર્મ કરશે, તો 15 હજાર જેટલા લોકો તેમના સ્વાગતમાં જોડાશે. તેમનો રોડ શો પૂર્ણ થયા બાદ તેઓ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.

રેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ 24 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે તેમના ગુજરાત પ્રવાસની શરુઆત રાજકોટથી કરી. ગઇકાલે પ્રવીન્દ જુગનાથ રાજકોટ પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા તથા સર્બાનંદ સોનોવાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી બે કિલોમીટર સુધી મોરેશિયસના પ્રધાનમંત્રીનો રોડ શો યોજાયો હતો,જેમાં અલગ-અલગ સંસ્થાઓ તથા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ડીજે ઢોલ નગારા અને નૃત્ય સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી દંપતીને રાજકોટવાસીઓએ આવકાર્યા હતા. રોડ શોના પગલે બે કિલોમીટરના રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો-Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video