કટ્ટરવાદનું ઝેર ઓકનારા મૌલાના સલમાન અઝહરીને જુનાગઢ લેવાયો, આજે કરાશે કોર્ટમાં રજૂ, ગોઠવાયો લોખંડી બંદોબસ્ત

|

Feb 06, 2024 | 10:38 AM

જુનાગઢમાં આપેલા ભડકાઉ ભાષણ સંદર્ભે પોલીસ અને ATS તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી રહી છે. મૌલાનાની તમામ ગતિવિધીઓ અને બેન્કના વ્યવહારોને પણ તપાસ હેઠળ લેવામાં આવશે. કેસની ગંભીરતાને જોતા સમગ્ર કેસમાં બની શકે કે આવનારા દિવસોમાં નવા ખુલાસા થાય.

ભડકાઉ ભાષણ બદલ મૌલાના મુફ્તી સલમાનની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવ્યા છે ત્યારે આ મામલો આવનારા સમયમાં વધુ ઉગ્ર ના બને તે જરૂરી છે. ભારે સઘન સુરક્ષા રાખવામાં આવી છે કારણ કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે તેની તકેદારી રાખાઈ રહી છે. મૌલાનાનું આ ભડકાઉ ભાષણ પહેલીવાર નથી આ અગાઉ પણ તેઓ આ જ અંદાજમાં આ જ પ્રકારે કચ્છમાં ભડકાઉ નિવેદન આપી ચુક્યા છે. મૌલાના જેટલી આક્રમકતાથી વાતો કરી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ઉશ્કેરણી કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મૌલાનાના આર્થિક વ્યવહારોની થશે તપાસ

મૌલાના દ્વારા સંચાલિત ત્રણ ટ્રસ્ટના આર્થિક વ્યવહાર અંગે ATS દ્વારા તપાસ કરવામાં આવી છે. જામિયા રિયાઝૂલ જનનાહ, અલ અમન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, અને દારૂલ અમન સંસ્થા ના બેન્ક એકાઉન્ટ અને આર્થિક વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ છે. ત્યારે આ કાંડ પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી.

કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઘટનાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. બીજી તરફ AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીએ પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આ તરફ સાધુ સંતોએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા આવા લોકો ગુજરાતની શાંતિને ડહોળતા હોવાની વાત એક સૂરે કરી

આ પણ વાંચો: અમરેલી: પીપાવાવ પોર્ટના ફોર વે માર્ગ પર સિંહ પરિવારની લટારનો વીડિયો થયો વાયરલ

જો કે આ સમગ્ર કેસમાં જે સવાલ ઉઠી રહ્યા છે તે એ છે કે ધાર્મિક કાર્યક્રમના નામે મૌલાનાને બોલાવ્યા કોણે ? શું તેઓને પહેલેથી આ વિષય આપવામાં આવ્યો હતો ? કાયદાકીય કાર્યવાહી બાદ પોલીસ દ્વારા રિમાનડ ચોક્કસ માંગવામાં આવશે અને ત્યારે આ તમામ બાબતોનો ચોક્કસ ચિતાર મેળવી શકાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:55 pm, Mon, 5 February 24

Next Video