Bharuch: ટાઈમાઉઝર નામની કંપનીમાં લાગી ભીષણ આગ, પ્લાન્ટ બળીને ખાખ, જુઓ Video

Bharuch: ટાઈમાઉઝર નામની કંપનીમાં લાગી ભીષણ આગ, પ્લાન્ટ બળીને ખાખ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 12, 2025 | 12:27 PM

ભરુચમાં ટાઈમાઉઝર નામની કંપનીમાં આગ લાગી હતી. જંબુસર નજીક ટાઇમાઉઝર કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ભરુચમાં ટાઈમાઉઝર નામની કંપનીમાં આગ લાગી હતી. જંબુસર નજીક ટાઇમાઉઝર કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પ્લાન્ટ પર રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

પ્લાન્ટ બળીને ખાખ !

વહેલી સવારે જંબુસર નજીક પ્લાસ્ટિકના બેરલ બનાવતી ટાઇમાઉઝર કંપનીમાં ભીષણ આગ લાગી હતી.જેના થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય કંપનીમાં પણ આગ પ્રસરી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ટીમે સ્થળે આવીને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ઘટનામાં કોઈ જાનહાની નથી પણ કંપનીમાં મોટાપાયે નુકસાની થઈ હોવાનું સામે આવ્યું.