Patan : રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 17, 2025 | 10:24 AM

પાટણ જિલ્લાના રાધનપુરમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં એક શોપિંગ સેન્ટર આગની ચપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. આગ એટલી ભયાનક લાગી કે દુર દુર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આસપાસનો લોગોએ તરત જ આગ વિશે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુરમાં હાઈવે પર આવેલા ખાનગી શોપિંગ સેન્ટરમાં આ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે  આગમાં શોપિંગ સેન્ટરમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો