Bharuch : અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ,જુઓ Video

Bharuch : અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ,જુઓ Video

| Edited By: | Updated on: Oct 12, 2025 | 12:12 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પરની ઘટનામાં આગની ઘટના બની છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પરની ઘટનામાં આગની ઘટના બની છે. ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો.

સુરતમાં પેપરમીલ બળીને ખાખ

બીજી તરફ આ અગાઉ સુરતના માંગરોળમાં પેપરમીલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. માંગરોળ પંથકમાં આવેલા હથોડા ગામની સીમમાં પેપરમીલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.પેપરમીલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગવાની ઘટનાની જાણ ફાયરવિભાગને કરાતા તાત્કાલિક ધોરણ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કંપનીના માલિકનો મોટુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો