Gandhinagar Video : 18 માર્ચથી ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ થશે, ગુજરાતના ખેડૂતોને મળશે લાભ

|

Mar 16, 2024 | 4:27 PM

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને લાભકારક સાબિત થાય છે. 18 માર્ચથી આગામી 90 દિવસ તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજરાતના સવા ત્રણ લાખ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળશે.

રાજ્યમાં 18 માર્ચથી જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને લાભકારક સાબિત થાય છે. 18 માર્ચથી આગામી 90 દિવસ તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજરાતના સવા ત્રણ લાખ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળશે. રૂપિયા 1,764 કરોડના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સરકાર રૂપિયા 1,734 કરોડની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે.

બીજી તરફ આ અગાઉ સુરેન્દ્રનગરમાં છુટક બજારમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો રૂપિયા અઢીસોને પાર થઇ ગયો હતો. માવઠાંને કારણે લીંબુના પાકને નુકસાન થયું હતુ.એક તરફ બજારમાં લીંબુની ઘટેલી આવક અને બીજી તરફ રમઝાન માસ હોવાને કારણે લીંબુની વધેલી માગને કારણે જથ્થાબંધ લીંબુનો ભાવ પણ પ્રતિ કિલો રૂપિયા એકસો એંસી થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video